પંચાયત વિભાગ


મુખપૃષ્ઠજિલ્લા વિષે જોવાલાયક સ્‍થળોમાધવપુર

માધવપુર

 
ભગવાન શ્રીક્રૃષ્‍ણે મથુરા છોડયા પછી વસવાટ માટે સૌરાષ્‍ટ્રને પસંદ કર્યુ હતુ. સૌરાષ્‍ટ્રની નૈઋત્‍ય દિશામાં માંગરોળની વાયવ્‍યે ત્રીસેક કિ.મી. અને કેશોદથી ૪ર અને પોરબંદરથી પ૭ કિ.મી. ના અંદાજીત અંતરે આવેલું માધવપુર-ઘેડ મહાભારતની કાળની ઘટનાઓ સાથે સંકળાયેલું પૈરાણિક અને ઐતિહાસિક ગામ છે. આ ગામે માધવરાયજીનું મંદિર છે. ભગવાન શ્રીક્રૃષ્‍ણે ઋક્ષ્‍મણીજી સાથે કરેલા વિવાહની સાક્ષી પુરતું આ યાત્રાસ્‍થળ દ્વારકા અને સોમનાથ વચ્‍ચેના લાંબા અંતરની મધ્‍યે યાત્રિકો માટે વિશ્રામ, વિરામ અને સાથોસાથ ભગવાન શ્રીક્રૃષ્‍ણની સાથે સંકળાયેલા વિવિધ સ્‍થળોના મંગલમય પવનકારી દર્શનનો લ્‍હાવો આપનારું આસ્‍થા સ્‍થળ છે. સંગીતમય ધ્‍વનિ સાથે ઘુઘવતા સાગરના કાંઠે રમણીય ચોપટી હોવાથી પર્યટન સ્‍થળ છે. આ સ્‍થળ માધવતીર્થ તરીકે ઓળખાય છે. અમેરિકન યુનિવર્સિટીના ડો. હંટે માધવપ્‍ુરના બ્‍લ્‍યુ સી ના બીચને વિશ્વનો અજોડ બીચ ગણાવ્‍યો છે.

માધવપુરમાં માધવરાયજીનું મૂળ જુનુ મંદિર છે, જે ૧૪ કે ૧પ મી સદીમાં નિર્માણ થયેલું હોય તેમ જણાય છે. આક્રમણકારો દ્વારા ખંડિત કરાયેલા મંદિરોના જીર્ણોધ્ધાર થયા હતા, તે શૃંખલામાં પ્‍છી થી માધવરાયજીનું મંદિર પ્‍ણ જીર્ણોધ્‍ધાર પમ્‍યું હશે. નવા હાલના મંદિરમાં ઇ.સ.૧૮૪૦ માં પુષ્‍ટિમાર્ગીય પ્રકારની બાંધણીવાળું હાલનું મંદિર નવનિર્મિત કર્યુ હોવાનું કે વિસ્‍તાર્યુ હોવાનું તર્કસંગત જણાય છે.